Thursday, September 12, 2013

ભાવિકોને આંજી નાખે છે પુણેના દગડુશેઠ ગણપતિની મૂર્તિનું તેજ

- પચાસ વર્ષે આવતાં સૂર્યગ્રહણમાં સિધ્ધ કરાયેલી મૂતિ
- વિસર્જન કર્યા વિના ૧૯૬૮થી સાર્વજનિક ગણેશોત્સવમાં પધરાવવામાં આવતા વિનાયક


સાર્વજનિક ગણેશોત્સવમાં પ્રતિષ્ઠિત કરવામાં આવતી મૂર્તિઓને દેવત્વ પ્રાપ્ત થયું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ પુણે સ્થિત 'દગડુશેઠ ગણપતિ'ને આ દેવત્વ પ્ર ાપ્ત થયું છે. પારંગત મૂર્તિકારોના હાથે ઘડાયેલી આ મૂર્તિની વિશિષ્ટતાઓ અને તેની જાળ વી રાખવામાં આવેલી પવિત્રતાને કારણે વિશ્વભરના ગણેશ ભક્તો માટે 'દગડુશેઠ ગણપતિ' શ્ર ધ્ધાનું સ્થાનક બન્યા છે. વાસ્તવમાં દગડુશેઠ હલવાઈ ગણપતિ મંડળ ની સ્થાપના ઈ. સ. ૧૮૮૩માં થઈ હતી. પરંતુ આજે દેવત્વ પ્ર ાપ્ત કરેલી 'દગડુશેઠ ગણપતિ' તરીકે પૂજાતી મૂર્તિ ૧૯૬૯માં તૈયાર કરવામાં આવી હતી. પ્ર સિધ્ધ શિલ્પકાર, મૂર્તિકાર અને વિવિધ વિદ્યાના અભ્યાસુ શંકર અપ્પાની સઘળ ી કળ ાકારીગરીનો નિચોડ એટલે 'દગડુશેઠ ગણપતિ'ની મૂર્તિ. અલબત્ત, આ મૂર્તિના ઘડતરમાં તેમના પુત્ર નાગેશે પણ તેમને સહકાર આપ્યો હતો. એમ કહેવાય છે કે આ મૂર્તિ ઘડાઈ ત્યારે પચાસ વર્ષે આવતા સૂર્યગ્રહણનો યોગ આવ્યો હતો. તે સમયમાં આવા સૂર્યગ્રહણનું વિશેષ મહત્ત્વ હતું. મૂર્તિકારણને એવી શ્ર દ્ધા હતી કે ગ્રહણકાળ દરમિયાન ચોક્કસ પ્ર કારની ધાર્મિક વિધિ કરીને મૂર્તિને સિધ્ધ કરવામાં આવે તો તેનું તેજ ઉત્તરોત્તર વધતું જ જાય અને મૂર્તિને દેવત્વ પ્ર ાપ્ત થાય. તેથી મંડળ ના પદાધિકારીઓએ તે મુજબ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. તે વર્ષથી મંડળ તરફથી જે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવામાં આવતો તેમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અત્યંત શાંત, પ્ર સન્ન, મનોરમ્ય અને જોતાવેંત આપોઆપ હાથ જોડી નતમસ્તક થઈ જવાય એવા ભાવ આ મૂર્તિના ચહેરા પર જોવા મળ ે છે. વિઘ્નહર્તાની આ બેઠેલી મૂર્તિના ચાર હાથમાંથી એકમાં મોદક છે અને એક હાથ આશીર્વાદ આપવાની મુદ્રામાં છે. જ્યારે ઉપરના બન્ને કરમાં કમળ છે. ગણપતિના શિરે સુંદર મુગટ, સંૂઠ પર સુંદર નકશીકામ ઉત્કૃષ્ટ કળ ાકારીગરીનો નમૂનો બની રહ્યાં છે.આ મૂર્તિની વિશિષ્ટતા એટલે તેની બોલકણી આંખો. ભગવાનના નેત્રમાં જ એટલી પ્ર સન્નતા, સાત્વિકતા અને ઉદાત્તતા ડોકાય છે કે તેના દર્શન કરનાર વક્રતુંડને એકીટશે તાકી રહે. મહત્ત્વની વાત એ છે કે આ શ્ર ીની મૂર્તિના દર્શન તમે ગમે ત્યાંથી કરો તોય તમને એવી અનુભૂતિ થાય જાણે ગણપતિબાપા તમને જોઈ રહ્યાં છે. મૂર્તિનંુ તેજ, મૂર્તિને પહેરાવવામાં આવેલા સ્વર્ણાલંકારોનો ઝગમગાટ અને ભગવાનના નેણમાંથી નીતરતા ભાવ ભાવિકોને અભિભૂત કરી નાખે છે. ૧૯૬૮થી આ મૂર્તિ સાર્વજનિક ગણેશોત્સવમાં પધરાવવામાં આવ્ય બાદ શુક્રવાર પેઠમાં આવેલા પરાંજપે વાડામાં મુકવામાં આવતી. ધીમે ધીમે મૂર્તિનું તેજ વધવા લાગ્યું. દગડુશેઠ ટ્રસ્ટ તરફથી ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા. પછીથી બેલબાગ ચોક પાસે મંદિર બાંધવામાં આવ્યું અને વર્ષ ૧૯૮૪ના ગુડીપડવાના શુભ મુહૂર્તમાં મંદિરમાં મૂર્તિની પ્ર તિષ્ઠા કરવામાં આવી. 'દગડુશેઠ ગણપતિ'ની મૂર્તિ જે ભવ્ય મંદિરમાં સ્થાપવામાં આવી છે તેની બાજુમાં જ આવેલી જગ્યામાં ગણેશોત્સવ દરમિયાન આ મૂર્તિ પધરાવવામાં આવે છે. ત્યાર બાદ દેવત્વ પ્ર ાપ્ત કરેલી આ મૂર્તિને ફરીથી મંદિરમાં પધરાવી દેવામાં આવે છે.

Resources - Dharmlok